નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે નાણાકીય વર્ષ 2024-25 માટે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ સાથે તે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. સીતારમણ આવતા મહિને 65 વર્ષના થશે. તેમને 2019માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણાં પ્રધાન બનાવવામાં આવી હતી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મમાં ભારે જીત મેળવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે.

