Get App

LIC Q1 Results: સરકારી કંપનીએ રુપિયા 10987 કરોડનો કર્યો નફો, પ્રીમિયમ આવકમાં પણ વધારો; સ્ટોક રહેશે ફોકસમાં

LIC Q1 પરિણામો: ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹10,987 કરોડનો નફો કર્યો છે. પ્રીમિયમ આવક અને સોલ્વન્સી રેશિયોમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે કુલ NPA ઘટ્યો છે. પરિણામની સંપૂર્ણ વિગતો જાણો

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2025 પર 6:54 PM
LIC Q1 Results: સરકારી કંપનીએ રુપિયા 10987 કરોડનો કર્યો નફો, પ્રીમિયમ આવકમાં પણ વધારો; સ્ટોક રહેશે ફોકસમાંLIC Q1 Results: સરકારી કંપનીએ રુપિયા 10987 કરોડનો કર્યો નફો, પ્રીમિયમ આવકમાં પણ વધારો; સ્ટોક રહેશે ફોકસમાં
રુવારે પરિણામોની જાહેરાત પહેલાં LIC ના શેર 0.71% ના ઘટાડા સાથે 886.40 રૂપિયા પર બંધ થયા હતા.

LIC Q1 Results: ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ નાણાકીય વર્ષ 2025-26 ના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. સરકારી કંપનીએ ₹10,987 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે ₹10,461 કરોડ હતો, એટલે કે તેમાં 5%નો વધારો થયો છે.

કંપનીની ચોખ્ખી પ્રીમિયમ આવક પણ વાર્ષિક ધોરણે 5% વધીને ₹1.19 લાખ કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ ₹1.14 લાખ કરોડ હતો. LICનો સોલ્વન્સી રેશિયો FY26 ના પહેલા ક્વાર્ટરમાં વધીને 2.17% થયો છે જે ગયા વર્ષના FY25 ના પહેલા ક્વાર્ટરમાં 1.99% હતો.

LIC ની સંપત્તિ ગુણવત્તામાં સુધારો થયો

LIC ની સંપત્તિ ગુણવત્તામાં પણ સુધારો થયો છે. ગ્રોસ NPA અને નેટ NPA અનુક્રમે 21% અને 36% ઘટીને ₹8,436.5 કરોડ અને ₹4 કરોડ થયો છે. આ ક્વાર્ટરમાં ગ્રોસ NPA રેશિયો 1.42% રહ્યો છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.95% હતો.

વીમા ક્ષેત્રમાં NPA શું છે?

વીમા કંપનીઓ પોલિસીધારકો પાસેથી પ્રીમિયમ તરીકે લીધેલા નાણાંનું રોકાણ વિવિધ સ્થળોએ કરે છે. જેમ કે બોન્ડ, સરકારી સિક્યોરિટીઝ, લોન વગેરે. જો આ રોકાણોમાં કોઈ લોન અથવા રોકાણ ડિફોલ્ટ થાય છે એટલે કે વ્યાજ અથવા મુદ્દલ સમયસર પરત કરતું નથી, તો તે NPA બની જાય છે.

ઉદાહરણ તરીકે, જો LIC કોઈ કંપની પાસેથી 100 કરોડ રૂપિયાનું ડિબેન્ચર ખરીદે છે, અને તે કંપની સમયસર વ્યાજ ચૂકવતી નથી, અથવા નાદાર થઈ ગઈ છે, તો તે રોકાણ LIC ના હિસાબે NPA બની જશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો