શું UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા કરવામાં આવતી ચુકવણી હંમેશા મફત રહી શકે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. RBI ગવર્નરે કહ્યું કે UPI સેવાનો ખર્ચ કોઈને તો ભોગવવો પડશે. RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક પછી યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ગવર્નર મલ્હોત્રાએ કહ્યું, "મેં ક્યારેય કહ્યું નથી કે UPI હંમેશા મફત રહેશે. મેં ફક્ત એટલું જ કહ્યું કે તેમાં એક ખર્ચ છે, અને કોઈને તો તે ચૂકવવું પડશે."