PM Modi Nikhil Kamath Podcast Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો. નિખિલે ગુરુવારે આ ઇન્ટરવ્યુનું ટ્રેલર રિલીઝ કર્યું, જેમાં પીએમ મોદીએ વિશ્વમાં યુદ્ધની સ્થિતિ, રાજકારણમાં યુવાનોના પ્રવેશ અને પ્રથમ અને બીજા કાર્યકાળ વચ્ચેના તફાવત પર પ્રશ્નોના જવાબ આપ્યા. ઇન્ટરવ્યુ દરમિયાન, વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ભૂલો થાય છે, મેં પણ ભૂલો કરી હશે. હું પણ એક માણસ છું, ભગવાન નથી. ઇન્ટરવ્યુ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે પોડકાસ્ટ મારા માટે પહેલી વાર થઈ રહ્યું છે, મને ખબર નથી કે તે તમારા પ્રેક્ષકો સુધી કેવી રીતે પહોંચશે.